છાબ બાંધવાની વિગત

છાબ વરપક્ષવાળાએ તૈયાર કરી વરઘોડા સમયે અગાઉથી સાથે લઇ જવાની હોય છે અને કન્યાના ઘરે માંડવા નીચે કન્યા પક્ષ દ્વારા વધાવવામાં આવે છે.

આનો અર્થ વરપક્ષ દ્વારા કન્યાનાં લગ્ન સમયે પહેરવાની શુકનવંતી તેમજ લગ્ન પહેલાના શુકનની વસ્તુઓ છાબ ભરી મોકલવામાં આવે છે.