
સ્વાસ્થ્યમ્ વિશેષાંકમાં સમાજમાં પ્રત્યેક સભ્યોનું આરોગ્ય નિરંતર સારુ રહે તેવી સૌને શુભકામનાઓ..
વિવિધ વિશેષાંકોની શ્રેણીમાં આ અંક સમાજના યુવા ડોકટર કેતુલ પુજ દ્વારા સંચાલિત છે. જેમા ફકત વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાંત કોલીફાઇડ ડોકટરના આર્ટિકલ લેવામાં આવ્યા છે. લેખા મંગાવવા તેને બારીક નજરે જોઇ જવામાં પોતાની વ્યસ્તતા વચ્ચે પણ ડો. કેતુલ પુજે ખંતપૂર્વક શ્રમ ઉઠાવ્યો છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન…
આ લેખોમાં કેટલાક અનુભવી તો કેટલાક નવોદિત પ્રતિભા સંપન્ન ડોકટરો એ સરસ લખ્યુ છે, જે આપણને ઉપયોગી થશે.
આ પ્રયત્નથી આપણે આરોગ્યની બાબતે થોડા જાગૃત બનીયે, તેમજ સમાજના ડોકટરોની પ્રતિભાનો આપણે પીછાણીયે તેનો આ નમ્ર પ્રયાસ છે.
બીજુ આ અંકમાં સમાજના “લગ્નોત્સુક પરિચય વિભાગ”
સાંસારીક જીવનમાં લગ્ન એક મહત્વપૂર્ણ પડાવ છે. તેમાં યોગ્ય પાત્ર પસંદગી કરવી આજના સમયમાં કઠિન કામ છે. તે કાર્યને સરળ બનાવવા તથા મળેલ સુચનો વ્યાજબી જણાતા વાગડ સંસ્કારમાં યુવક-યુવતીને પાત્ર પસંદગી સમાજના સ્તરેથી મળી રહે તેવા ઉદેશ સાથે નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પેહલી વખતે જ વીશ જેટલા બાયોડેટા પ્રાપ્ત થાય છે.
આગામી સમયમાં અમદાવાદ મધ્યે હોસ્ટેલનું કામ પૂર્ણ થઇ જાય એ ની ઘડીઓ ગણાઈ રહી છે આ ગૌરવની પળોને વધાવવા વીબીસી સમાજ સાથે ‘વાગડ સંસ્કાર’ પણ તૈયાર છે.
ભુજમાં આધુનિક સુવિધાઓથી સજજ V CULUB અને નોલેજ સેન્ટરને ખુલ્લુ મુકવા સાથે સમાજના પ્રથમ દાતાશ્રી જાદવજી રાધવજી મોરબીયા તેમજ બોર્ડિંગ ના ગ્રહપતિ શ્રી ઝવેરચંદ લક્ષ્મીચંદ દોશીનું મરણોત્તર બોર્ડિંગ તરફથી સન્માન અર્પણ કરવાનું વર્ષો બાદ થયેલ કાર્ય સાથે પ્રથમ વખત બોર્ડિંગના ભુતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું અદ્વિતીય કાર્યબદલ આયોજકો અભિનંદન અધિકારી બન્યા છે.
આ વર્ષે સમાજના લગ્નસરાની સીઝન ફૂલબહાર ખીલી છે. નવજીવનની પગદંડી પર કદમ મુકનારને દાંમપત્ય જીવનની ઢેર સારી શુભકામનાઓ..
વિનંતી. આ અંકના વિલંબ બદલ વાચકોની ક્ષમાયાચના.. આપના સૂચનો તંત્રીને પત્રો વિભાગમાં મોકલવા
અસ્તુ જય જિનેન્દ્ર
પ્રકાશ અનોપચંદ મહેતા
તંત્રીશ્રી