આ પત્ર જેનું નામ પણ એક ગૌરવ શબ્દ પ્રયોગ કરીને રાખવામાં આવેલું છે. જેમાં સમાજના ધારા-ધોરણ મુજબ જાનમાં આવેલા માણસોથી વધારે માણસો સંખ્યાની દ્રષ્ટિએ જાનમાં આવેલા હોય તો સમાજે કરેલા બંધારણ મુજબ જાન ગૌરવની રકમ સમાજ દીકરાના પરિવાર પાસે લઇ અને દીકરીના પરિવારને સુપરત કરે છે. જે કોઇ પણ સમાજમાં ન થતી ગૌરવપૂર્ણ અને વિવેકપૂર્ણ આ પ્રક્રિયા છે. જેનો અર્થ દીકરીના પરિવારને ઓછો બોજ પડે.