ઓતરનો ખરડો

દીકરીના પરિવારમાં મોસાળું અને દશાઈયુ આવી ગયા પછી આખો લગ્નનો ઉમંગમય માહોલ એક ગામડામાં થતો, અને આ પરિવારની રૂબરૂ અને વડીલોનાં સાંનિધ્યમાં દીકરીના ઓતરનો ખરડો લખાતો. આ ખરડામાં દીકરીને ધામેડી તરીકે એક ગાય પણ આપવાનો રિવાજ છે, જે આજે પણ રોકડા રૂપિયા આપીએ છીએ.

ખરડામાં લુણારીને લુણ ઉતરામણ પણ આપતા. જેનો અર્થ દીકરીનો બાપ પોતાના જમાઇની લુણ ઉતારે એટલે કે જમાઈને નજર ન લાગે એવા ઉમદા હેતુથી લુણ ઉતરામણ પણ આપતા, જે વરઘોડામાં વરરાજાની પાછળ બેસી અને લગ્ન સમયે વરરાજાની ખુરશી પાછળ ઊભા રહી લુણ ઉતારે છે.

ઓતરના ખરડામાં જે આપણો મોટો વિવેક છે કે દીકરીના બાપે આપેલા ઓતરના ખરડાનો પત્ર અને ઓતર સમાજને અર્પણ કરી સમાજ વરપક્ષને અર્પણ કરે છે, જેમાં લેતી-દેતીનો મોટો વિવેક સમાયેલો છે.